ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ પીએમ પદ માટે ગડકરીને સમર્થનઃ શિવસેના

0
6

ન્યુ દિલ્હી,તા.૨૩
એનડીએની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરીવાર ભાજર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના અગાઉથી જ કહેતી આવે છે કે તે લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે કોઇ પણ પ્રકારનું ગઠબંધન નહી કરશે. પરંતુ હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી પરીણામ ત્રિશંકુ આવવાની સ્થિતિએ નિતિન ગડકરી વડાપ્રધાન પદના દાવેદાર ઉભરી શકે છે તેવામાં તેમની પાર્ટી તેમને સમર્થન કરશે. ભાજપ માત્ર પોતાનું જ વિચારશે તો અમે પણ પોતાનું જ વિચારીશું.
એક ઇન્ટરવ્યૂમાં શિવસેના સાંસદ સંજય રાઉતે ફરીથી તે શબ્દ ઉચ્ચારતા કહ્યું કે, શિવસેનાના શબ્દકોષમાં ગઠબંધન જેવો કોઇ શબ્દ જ નથી. તેમણે કહ્યું, ભાજપ માત્ર પોતાનું જ વિચારી રહી છે. તેથી અમે પણ માત્ર અમારું જ વિચારીશું.
ઉલ્લેખનિય છે કે, શિવસેના પોતાની નારાજગી વ્યક્ત કરે તેવું આ પહેલીવાર નથી. આ પહેલાં પણ શિવસેના ભાજપના વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY