કિશોરીની જાહેરમાં છેડતી કરી માર મારતા હાહાકાર મચ્યો

0
8

સુરત,તા.૫
ચાર ભાઈઓ અને માતાએ ઉન પાટિયામાં એક યુપીવાસી કિશોરીને જાહેરમાં ઢીક-મુક્કા અને દડા વડે ફટકારી નાખી હતી. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ડોક્ટરો પણ કિશોરીની વ્યથા સાંભળી ચોંકી ગયા હતા. દીકરીને માર ખાતી જાઈ બચાવવા દોડેલી માતાને પણ માર મરાયો હોવાનું પીડિત કિશોરીએ જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી રોહિત નામનો ઇસમ રસ્તામાં હાથ પકડીને એલફેલ બોલતો હોવાનું અને તેની મા કહે છે મારો છોકરો તને ભગાડી જ જશે એમ કહીં જીવવાનું ભારે કરી દીધું હોવાનું પીડિત કિશોરીએ જણાવ્યું હતું.
પીડિત કિશોરીએ જણાવ્યું હતું કે તેઓ મૂળ યુપીના રહેવાસી છે. માતા-પિતા ઘર ઘથ્થુ સાડીમાં ડાયમંડ લગાડવાની મજૂરી કામ સાથે સંકળાયેલા છે. આર્થિક રીતે પછાત માતા-પિતાને મદદરૂપ થવા તેઓ આ કામ સાથે જાડાયા છે. સવારે તે ડાયમંડ લેવા ઘરેથી નિકળી હતા. ત્યારે ઘરથી ૧૦૦ મીટરના અંતરે ક્રિકેટ રમતા રોહિતે અચાનક દોડીને તેમનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ રોડ ઉપર જબરજસ્તી કરતા તેમણે રોહિતને ચંપલ મારી હતી. જેને લઈ તેના ભાઈ રાહુલ, પ્રેમ, અને સાગર સાથે તેની માતા દોડી આવ્યા હતા અને તેમની ઉપર તૂટી પડ્યા હતા. જાહેરમાં દંડા વડે અને ઢીક મુક્કાનો માર માર્યો હતો. લોકો ભેગા થઈ ગયા હોવા છતાં કોઈ બચાવવા આવ્યું ન હતું. માતા બચાવવા દોડી આવતા તેમને પણ માર માર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY