ઈંધણના ભાવમાં ભડકો, પેટ્રોલમાં ૧૩ અને ડીઝલમાં ૨૦ પૈસાનો વધારો

0
6

ન્યુ દિલ્હી,તા.૨૩
પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો. સતત સાતમાં દિવસે ઈંધણના ભાવમાં ભડકો જાવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલમાં ૧૩ પૈસા અને ડીઝલમાં ૧૯ પૈસાનો વધારો થયો છે. આ રીતે ડીઝલમાં સતત ૧૪માં દિવસે વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલના ભાવ વધ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો થયો છે. ડીઝલમાં ૨૦ પૈસાનો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈ સિવાય ચેન્નઈ અને કોલકત્તામાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો જાવા મળ્યો હતો.
ડીઝલનાં ભાવમાં દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં બુધવારે પેટ્રોલનાં ભાવ ક્રમશ ૭૧.૨૭ રૂપિયા, ૭૬.૯૦ રૂપિયા, ૭૩.૯૯ રૂપિયા અને ૭૩.૩૬ રૂપિયા પ્રતિ લિટર નોંધાયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત ભાવ વધારા બાદ ક્રમશ ૬૫.૯૦ રૂપિયા, ૬૯.૦૧ રૂપિયા, ૬૯.૬૨ રૂપિયા અને ૬૭.૬૮ રૂપિયા પ્રતિ લિટર થઇ ચુકી છે.
અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૬૯.૨૯ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૯.૪૫ રૂપિયા છે. અમરેલીમાં પેટ્રોલની કિંમત ૬૯.૫૪ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૯.૭૨ રૂપિયા છે. આણંદમાં પેટ્રોલની કિંમત ૬૮.૫૯ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૮.૭૬ રૂપિયા છે. અરવલ્લીમાં પેટ્રોલની કિંમત ૬૯.૫૭ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૯.૭૩ રૂપિયા છે. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત ૬૯ રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત ૬૯.૧૭ રૂપિયા છે.
આંતરરાષ્ટÙીય વાયદા બજાર કાચા તેલમાં નરમી જાવા મળી રહી છે. જા કે બ્રેંટ ક્રુડનો ભાવ અત્યાર સુધી ૬૨ ડોલર પ્રતિ ડોલરથી ઉપર ચાલી રહ્યો છે અને ડબલ્યુટીઆઇ પણ ૫૩ ડોલર પ્રતિ બેરલનાં ઉચ્ચ ભાવ પર યથાવત્ત છે. કોમોડિટી વિશ્લેષક જણાવે છે કે ચીનની મંદીના રિપોર્ટ આવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં વિકાસની ગતિ અટકવાનાં અંદેશા વચ્ચે કાચા તેલની કિંમતમાં ઘટાડો જાવા મળી રહ્યો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY