‘ડોન : ધ ફાઇનલ ચેપ્ટર’માં ‘જંગલી બિલ્લી’ નહિ હોય..!!

0
7

મુંબઈ,તા.૨૩
ડોન સીરિઝની નવી ફિલ્મની લાંબા સમયથી રાહ જાવાઇ રહી છે. હવે ફિલ્મની જાહેરાત સાથે જ ફરહાન અખ્તરે ફેન્સને નવી આશા આપી છે. જાકે, ફિલ્મની વાત કરીએ તે તેનું નામ ‘ડોન ૨’ પછી ‘ડોન ૩’ નહીં હોય, પરંતુ ફિલ્મનું નામ ‘ડોનઃ ધ ફાઇનલ ચેપ્ટર’ હશે. એના અર્થ એ થાય છે કે આ ફિલ્મ સાથે ફિલ્મની કહાણી પૂરી થઇ જશે. કેમ કે, આ ટાઇટલ સૂચવે છે કે તેની આગળ સિક્વલ નહીં આવે.
ડોનના આ ફાઇનલ પાર્ટમાં પ્રિયંકા ચોપરા જાવા નહીં મળે. આ ફિલ્મમાં ‘રોમા’ એટલે કે ડોનની જંગલી બિલ્લી કોઇ બીજી જ હશે. ઉપરાંત ફિલ્મમાં ફરહાન અખ્તર એટલે કે ફિલ્મનો ડાયરેક્ટર પણ કેમિયો કરતો જાવા મળશે. પાછલી ફિલ્મમાં રીતિક રોશન ફિલ્મમાં કેમિયો કરતો જાવા મળ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે, શાહરૂખે ડોન સીરિઝ માટે એક મોટી ફિલ્મ છોડી છે. જાકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઇ નથી, પરંતુ કહેવાય છે કે, શાહરૂખે આ ફિલ્મ માટે રાકેશ શર્માની બાયોપિક માટે ના પાડી દીધી છે. ડોન સીરિઝની આ ફિલ્મનું શૂટિંગ જુલાઇ પછી શરૂ થઇ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY