એસસી/એસટી એક્ટમાં સંસદ દ્વારા કરવામાં આવેલા સંશોધન પર રોક લગાવવા ઇન્કાર કર્યો

0
5

આ મામલે કોર્ટ કોઇ પણ વચગાળાનો આદેશ આપશે નહિ
ન્યુ દિલ્હી,તા.૨૪
સુપ્રીમ કોર્ટે અનુસુચિત જાતિ- અનુસુચિત જનજાતિ (અત્યચાર રોકથામ) એક્ટમાં સંસદ દ્વારા કરવામાં આવેલા સંશોધન પર રોક લગાવવાથી ઇન્કાર કરી દીધો છે. આ સંશોધનમાં સરકારે એક્ટને જૂના સ્વરૂપમાં લાવીને એસસી/એસટી વિરુદ્ધ અત્યાચારના આરોપી વ્યકિતના અગોતરા જામીનની જાગવાઇને રદ કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલે તેઓ કોઇપણ વચગાળાનો આદેશ આપશે નહી.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૨૦ માર્ચના નિર્ણયની વિરુદ્ધ સંશોધન અને પુનઃવિચાર અરજી પર એક સાથે સુનાવણી થવી જાઇએ. કેન્દ્ર સરકારની માંગ હતી કે, ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ જે પુનઃવિચાર અરજી કરવામાં આવી છે, તેના પર પહેલા સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં એસસી/એસટી એક્ટમાં કરવામાં આવેલા સંશોધન વિરુદ્ધ અનેક અરજીઓ આવી છે.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં એક ચુકાદો આપતા એક જાગવાઇને સમાપ્ત કરી દીધી હતી જેમાં ઘટના સામે આવતા જ ધરપકડ કરવાનો અધિકાર હતો. કોર્ટે એક્ટમાં આરોપીની ધરપકડ પહેલા પ્રારંભિક તપાસ કરવા જણાવ્યું હતું. સાથે જ આ મામલે આગોતરા જામીન આપવાની જાગવાઇ પણ સામેલ કરી હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના ચાર માસ બાદ જ સરકારે સંસદમાં ખરડો લાવીને સુપ્રીમના ચુકાદાને ફેરવી દીધો હતો. કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, એસસી/એસટી એક્ટમાં કરવામાં આવેલા સંશોધન ન્યાયસંગત છે. સરકારે જણાવ્યું હતું કે, સંસદ પાસે આવા સંશોધન કરવાની શÂક્ત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY