શ્રીનગર,તા.૮
જમ્મૂ કાશ્મીર પોલીસે પથ્થરમારા પાછળના અસલ ગુનેગારોની ધરપકડ માટે ઐતિહાસિક જામા મસ્જિદ શ્રેત્રમાં પથ્થરબાજા વચ્ચે પોતાના લોકોને મોકલવાની રણનીતિ શુક્રવારે અપનાવી. શુક્રવારની નમાઝ બાદ ભીડે સીઆરપીએફ અને પોલીસ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધુ પરંતુ સામેની બાજુથી કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહી. પોલીસે ન તો આંસુગેસના સેલ છોડ્યા ન તો લાઠીચાર્ઝ કર્યો.
જ્યારે ૧૦૦થી વધુની ભીડ એકઠી થઇ ગઇ અને જૂના પથ્થરબાજા ભીડની આગેવાની કરવા લાગ્યા ત્યારે પ્રથમ ભીડ પર કાબૂ મેળવવા માટે પ્રથમ આંસુ ગેસનો સેલ દાગવામાં આવ્યો. આ દરમિયાન ભીડમાં સંતાયેલા પોલીસકર્મીઓએ આ પ્રદર્શનની આગેવાની કરનારા બે પથ્થરબાજાને ઝડપી લીધા અને તે ત્યાં સામે ઉભેલા વાહન સુધી લઇ ગયા. તે બંન્ને પથ્થરબાજાને જ્યારે પોલીસ સ્ટેશન લઇ જવાયા, ત્યારે આ પોલીસકર્મીઓએ લોકોને ડરાવવા માટે હાથમાં રમકડાની બંદૂક લઇ રાખી હતી. આ તમામ વસ્તુઓએ ન માત્ર પથ્થરબાજાની આગેવાની કરી રહેલા પરંતુ તેમનો સાથ આપનારા લોકોને પણ આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતાં અને તેમણે ખુબ જ જલ્દી પોતાનું પ્રદર્શન પૂર્ણ પણ કરી નાંખ્યુ હતું. તેમને પોલીસની રણનીતિનું ભાન જ ન હતું. વર્ષ ૨૦૧૦માં પણ આ જ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે, કાશ્મીર પોલીસના નવા મહાનિદેશક દિલબાગ સિંહે (૭ સપ્ટેમ્બર ૨૦૧૮)ના રોજ કાર્યભાર સંભાળ્યો છે. તેમવા પૂર્વવર્તી એસ પી વૈદનું ગુરૂવારની રાતે ટ્રાંસફર કરી દેવામાં આવ્યું. વૈદને પરિવહન આયુક્ત બનાવવામાં આવ્યા છે. સિંહ ૧૯૮૭ બેંચના આઇપીએસ અધિકારી છે. રાજ્યના પોલીસ પ્રમુખની જવાબદારી સંભાળતાની સાથે જ સિંહએ કહ્યું કે, તેમની પ્રથમ પ્રાથમિક્તા નિર્દોષ લોકોની રક્ષા કરવાની સાથે આંતકવાદ સાથે કડક રીતે નિપટવાની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




