છેલ્લા બોલે છગ્ગો જોઈ ખુશીમાં નિવૃત્ત શિક્ષકનું હૃદય બેસી ગયું

0
64

ક્રિકેટનો શોખ ઘણીવાર જીવલેણ બની શકે છે. એવો કિસ્સો વલસાડના વાંકલ ગામે પ્રકાશમાં આવ્યો છે. જેમાં જીતની ખુશી ઘરે ગમગીનીમાં ફેરવાઈ ગઈ હતી. વલસાડ તાલુકાનાં વાંકલ ગામે રહેતા નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ બાબરભાઈ પટેલ(ઉ.વ.૬૨) ગતરોજ રાત્રે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ફાઈનલ ક્રિકેટ મેચ પત્ની કમળાબેન સાથે નિહાળી રહ્યા હતા. પ્રથમ બેટિંગ બાંગ્લાદેશ કરતાં ૨૦ ઓવરમાં ૧૬૬ રન ફટકાર્યા હતા. જેની સામે જીત મેળવવા ૧૬૭ ના લક્ષ્યાંક સામે છેલ્લા બોલે પાંચ રનની જરૃરિયાત હતી. ત્યારે દિનેશ કાર્તિકે છેલ્લા બોલે છગ્ગો મારતા જ પ્રવીણભાઈ પોતે અચાનક ઉત્સાહના અતિરેકમાં ખુરશી ઉપરતી ઉભા થઈ ગયા હતા પરંતુ ગણતરીની સેકન્ડમાં જ ફરી જમીન પર ઢળી પડયા હતા. રસાકસીભરી મેચમાં છેલ્લા બોલે છગ્ગો મારેલો જોતા જ પ્રવીણભાઈનું હૃદય સંતુલન ગુમાવી બેઠું એવું જણાતા પરિવારજનોએ તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ માર્ગમાં જ કાળ ભેટી ગયો હતો. પ્રવિણભાઈના મોતના સમાચાર વાયુવેગે વાંકાલ અને આસપાસના વિસ્તારોમાં ફેલાતા ભારતની જીતની ખુશી આસપાસના વિસ્તારોમાં ગમગીનીમાં ફેરવાઈ ગઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY