ડૂપ્લીકેટ જન્મ-મરણના દાખલાથી સરકારી સહાયનું મસમોટું કૌભાંડ ઝડપાયું

0
6

ભાવનગર,તા.૨૪
ભાવનગર શહેરમાં ડૂપ્લીકેટ જન્મ-મરણના દાખલા કાઢી આપવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેના પર કોઈ રોક લાગતી નથી. હવે વધુ ત્રણ જન્મના બોગસ દાખલાઓ હોવાનો કિસો પ્રકાશમા આવતા તપાસના ચક્રોગતિમાન થયા છે.
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે સિટી મામલતદાર કચેરી ખાતે એક વૃધ્ધા નિરાધારની સહાય માટે આવ્યા હતા, જેઓએ હાથ લિખિત ત્રણ જન્મના દાખલાઓ રજુ કર્યા હતા, જેની કચેરીના સ્ટાફ દ્વારા ચેક કરવામાં આવતા આ દાખલાઓ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યુ હતું.
દરમિયાનમાં આ ત્રણેય દાખલા મામલતદાર કચેરી દ્વારા કબજે લેવામાં આવ્યા છે. જાકે, આ વૃધ્ધા ઘરે જતા રહ્યા હતા, પરંતુ તેના પૌત્ર ફરી કચેરીએ આવીને ત્રણેય દાખલાઓ પરત આપવા આજીજી કરી હતી, તેમ છતા તંત્ર દ્વારા દાખલા પરત અપાયા ન હતા.
સવારથી મામલતદાર કચેરીમાં બોગસ દાખલાનું ભુત ધૂણી રહ્યું છે, ત્યારે મહત્વપૂર્ણ વાત તો એ છે કે, આ દાખલાઓમાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો પગેરુ મળવાની શકયતા નકારી શકાય તેમ નથી. આવા પ્રકારના દાખલાઓથી સરકારી સહાય લેવામાં આવે છે. પરંતુ ભુતકાળમાં બનેલી અનેક ઘટનાઓમાં સરકારી તંત્ર જ તપાસમાં પીછેહટ કરી રહ્યું છે, જેથી આ કૌભાંડ ચાલું રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY