સુરત,તા.૨૪
સિમાડા-બીઆરટીએસ નજીક આવેલા મેલડી માતાના મંદિરની સામે આવેલા પ્લાય અને સોફાના ગોડાઉનમાં રાત્રે સાડાનવ વાગ્યા આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે દૂર દૂર સુધી ધુમાડા જાઈ શકાતા હતાં. સાથે જ આગની પ્રચંડ જ્વાળાઓ પ્લાયના ગોડાઉનની બાજુમાં આવેલા ગેરેજમાં ફેલાઈ હતી. આગની જાણ ફાયરબ્રિગેડને સ્થાનિક લોકોએ કરતાં ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં.
મહારાજા ફાર્મ આગળ લાકડાના ગોડાઉનમાં લાગેલી આગને ત્યાંથી પસાર થઈ રહેલા તુષાર લુણાગરીયાએ જાઈ હતી. જેથી પોલીસ અને ઈમર્જન્સી નંબર ફાયર પર તાત્કાલિક ફોન કરીને સમગ્ર હકીકત કહી હતી. તુષારે જણાવ્યું હતું કે, આગ એટલી વિકરાળ હતી કે આસપાસના લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. ફાયરબ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવતાં આગ આસપાસમાં આગળ ફેલાતી અટકી હતી. ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. આગ કિયા કારણોસર લાગી તે પ્રાથમિક તબક્કે કહેવું મુશ્કેલ છે. પરંતુ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું માનવામાં આવે છે. આ ગોડાઉનમાં ફાયરના સાધનો હતા કે કેમ તે અંગે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




