નરેન્દ્ર મોદી નફરત અને ક્રોધની ભાવનાનું ચિન્હ છેઃ રાહુલ ગાંધી

0
22

પોતાના સંસદીય વિસ્તાર અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષના મોદી સરકાર પર પ્રહારો
અહિંયા ૧૦૧ ટકા ફ્રૂડપાર્ક બનશે જ,હું વડાપ્રધાન મોદી જેટલુ ખોટુ નથી બોલતો,કોંગ્રેસ અધ્યક્ષે ચોકીદાર ચોર છેના નારા પણ લગાવ્યા

અમેઠી,તા.૨૪
પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાના કોંગ્રેસ મહાસચિવ બનાવવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે મે પ્રિયંકાને કહ્યું છે કે તે જ્યારે પણ પોતાનુ પદ સંભાળે તો સૌથી પહેલા અમેઠી આવીને લોકોને મળે. તેમને દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં આગલી સરકાર કોંગ્રેસ પાર્ટી જ બનશે.
રાહુલે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યું કે હું ખોટુ બોલતો નથી. જે બોલુ છુ તે જ કરુ છુ. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાનનું નામ લઈને ખોટુ બોલે છે. રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદી નફરત અને ક્રોધની ભાવનાનું ચિન્હ છે.
રાહુલે ત્યાં આવેલા લોકોને પૂછ્યુ કે તમને અત્યાર સુધી ૧૫ લાખ રૂપિયા મળ્યા. રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છેના નારા પણ લગાવ્યા. રાહુલ ગાંધીએ રાયબરેલીના લોકોને વચન આપ્યુ કે અહીં ફૂ઼ડપાર્ક બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે અહીં ૧૦૧ ટકા ફૂડપાર્ક બનશે જ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY