‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અભિનેતા લગ્નના ૭ વર્ષ બાદ છૂટાછેડા લેશે

0
3

મુંબઈ,તા.૨૪
કોમેડી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’ના એક્ટર્સ અંગત જીવનને લઇને ચર્ચામાં છે. પહેલાં શુભાંગી અત્રેના લગ્નજીવનમાં ખટપટની વાતો સામે આવી હતી, જાકે તેણે આને અફવા ગણાવી હતી. હવે સીરિયલના બીજા એક્ટર સંદીપ આનંદના લગ્ન તૂટવાના પણ સમાચાર સામે આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, પત્ની સાથેની ખટપટને લીધે સંદીપે છૂટાછેડા માટે અરજી કરી છે. સંદીપે થોડા સમય પહેલાં જ ‘ભાભીજી ઘર પર હૈં’માં એન્ટ્રી કરી છે.
મળતી માહિતી પ્રમાણે, સંદીપનું તેનું પત્ની સાથે બનતું નથી. જે મૂળ ઉજ્જૈનની છે. બન્ને વચ્ચે સંબંધો સ્થિર નથી. આવામાં સંદીપ હવે સમાધાન કરવાના મૂડમાં નથી. જ્યારે છૂટાછેડા લેવાનો નિર્ણય સંદીપનો છે. તેની પતની સાથે રહેવા માગે છે.
સંદીપે એક પોર્ટલ સાથે વાત કરતાં જણાવ્યું કે, આજકાલ મેટ્રો સિટીઝમાં રિલેશનશિપ કામ નથી કરતી. હું ૨૦૦૬માં મુંબઇ આવ્યો હતો. થિયેટરનો અનુભવ હોવાથી મને કેટલાક શોઝ મળ્યા હતા. પછી મારા માતા-પિતાએ લગ્ન માટે દબાણ કર્યું હતું. મારી પત્ની સ્મોલ ટાઉનમાંથી આવે છે. બન્નેની સોસાયટી અને કલ્ચર અલગ છે. મેં બધું સરખું કરવા પ્રયાસો કર્યા હતા અને લગ્નને ૭ વર્ષ આપ્યા. ઘણા પ્રયાસો છતાં ઘણી વસ્તુઓ સુધરી શકી નથી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY