પટના,તા.૨૯
બિહારના પટણા સાહિબના અધ્યક્ષ અવતારસિંહને મુખ્યમંત્રી નીતીશકુમારના વખાણ કરવાનુ ભારે પડ્યુ છે.
તેમણે પોતાની ભૂલ શીખ સમુદાયની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્ત સામે સ્વીકાર લીધા બાદ તેમને ૧૨ દિવસ સુધી ગુરુદ્વારામાં લોકોના વાસણો ધોવાની અને જૂતા સાફ કરવાની સજા અપાઈ છે.
અવતારસિંહે રોજ એક કલાક ગુરુદ્વારામાં જ્યાં જૂતા મુકાય છે ત્યાં એક કલાક કામ કરવુ પડશે તેમજ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં લોકોના એંઠા વાસણ ધોવા પડશે.ઉપરાંત મંદિરમાં રોજ એક કલાક કિર્તન પણ સાંભળવુ પડશે.સેવા પુરી થયા બાદ તેમને શ્રી અખંડ સાહિબનો પાઠ કરવાનો અને અમૃતસર તથા પટણાના ગુરુદ્વારાઓમાં પ્રસાદ પણ ચઢાવવો પડશે.૪૮ કલાકના પાઠમાં તેઓ ગુરુની ક્ષમા પણ મંગશે.
પટણા સાહિબ પ્રબંધક કમિટીના મહાસચિવ એમ એસ ઢિલ્લને કહ્યુ્ં હતુ કે કમિટીનો કોઈ સભ્ય જો પોતાની ભૂલ માની લે તો તે બહુ મોટી વાત છે.અવતારસિંહ અધ્યક્ષ તો રહેશે પણ સજા પુરી નહી થાય ત્યાં સુધી ધાર્મિક મંચ પર બોલી નહી શકે અને કમિટીની બેઠકમાં ભાગ નહી લઈ શકે.
૧૨ જાન્યુઆરીએ રાજગિરમાં ગુરુદ્વારાના શિલાન્યાસ કાર્યક્રમમાં તેમણે નીતીશકુમારની તુલના ગુરુઓ સાથે કરી દીધી હતી.જે પછી તેમને અકાલ તખ્તે નોટિસ ફટકારી હતી.જાકે અવતારસિંહે કબૂલ્યુ હતુ કે મુખ્યમંત્રીએ શીખ સમાજ માટે બહુ કામ કર્યુ છે અને હું ભાવુક થઈને તેમની સરખામણી ગુરુઓ સાથે કરી ગયો હતો.હવે આવી ભુલ નહી થાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




