કેરળમાં એમ્બ્યુલન્સ-ટ્રકની ટક્કરમાં બે બાળકો સહિત આઠ લોકોના મોત

0
7

તિરુવનંતપુરમ્‌,તા.૧૦
કેરળમાં થયેલા રોડ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે. પહેલી દુર્ઘટના કેરળના પલક્કડમાં રવિવારે રાતે બની હતી. અહીં એમ્બ્યુલેન્સ અને ટ્રકની ટક્કરમાં બે બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. આ લોકો થોડી વાર પહેલા દુર્ઘટનામાં ઘાયલ થયા હતા,એમ્બ્યુલન્સ તેમને હોસ્પિટલ લઈ જઈ રહી હતી.
પોલીસ પ્રમાણે, પલક્કડની દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો કારથી નેલ્લિયમપથી ફરવા ગયા હતા. રસ્તામાં તેમની ગાડીનું એકિસડેન્ટ થયું હતું. ત્યારે તમામ ઘાયલ થયા હતા. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર બાદ તેમને પલક્કડ જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતા. ત્યારે જે એમ્બ્યુલન્સમાં લઈ જવાતા હતા તે ટ્રક સાથે અથડાતા તમામના મોત નિપજયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY