સુરત,
પૂણા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ડુપ્લિકેટ સોફ્ટવેરના આધારે સરકારી અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડ સંદર્ભે નોંધાયેલા ગુનામાં વધુ બે કૌભાંડીઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. દુકાનના લાયસન્સધારક કાંતિ નાથુ પરમારની બે દિવસ પૂર્વે ધરપકડ કર્યા બાદ આ ગુનામાં ધર્મેશ મેવાવાલા અને જાવેદ નામના યુવાનોની ધરપડ કરી છે. જે પૈકીનો જાવેદ દર ૬ મહિને ૨૦ હજારમાં ડુપ્લિકેટ સોફ્ટવેર વેચતો હતો.
ડુપ્લિકેટ સોફ્ટવેર અને સરકારની પેરેલલ સર્વર ખડું કરી કરોડો રૂપિયાનું સરકારી અનાજ બારોબાર વેચી નાખવાના કૌભાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સરકારી અનાજ ગરીબોનાં મોઢાં સુધી પહોંચે તે પૂર્વે જ બારોબાર ઓહિયાં કરી જનારા કૌભાંડીઓ સામે શહેરનાં અલગ-અલગ પોલીસ મથકમાં કુલ ૮ ગુના નોંધાયા હતા. જેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે બે ગુનામાં બે ડુપ્લિકેટ સોફ્ટવેર સહિત કુલ ૧૨ની ધરપકડ કરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"