શું રામલલ્લા નવા મંદિરમાં બેસવાની તૈયારી શરુ કરે કે પછી ચૂંટણી સુધી જ…?

0
31

લોકસભા ચૂંટણી બહુ દૂર નથી. માર્ચ મહિનો આવતા જ ચૂંટણીની ગરમી વધતી નજરે આવશે. પરંતુ હજુ પણ રાજસત્તા નગરમ ગરમ હતી ત્યારે મોદી સરકારે એકાએક રામ મંદિરનો પ્રશ્ન હાથ પર લેતાં જ રાજકારણ ગરમાઇ ગયું છે અને ભાજપ-સંઘ દ્વારા કહેવાનું શરુ થઇ ગયું છેકે મંદિર નિર્માણ કરવાનું હવે દૂર નથી. બસ જાતા રહો મંદિર બની ગયું જ સમજા..! સારી વાત છે. જા અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન જેને હિન્દુ સંગઠન રામની જન્મભૂમિ કહી રહ્યા છે ત્યાં જ મંદિર બને. મંદિરનું કામ તુરંત શરુ થાય તો એક ચૂંટણી મુદ્દાનો નિકાલ થાય અને દેશના બીજા પ્રશ્નો ઉપર સરકાર ધ્યાન અપાશે. પરંતુ શું ખરેખર સરકારની ઇચ્છા વિવાદાસ્પદ જમીન પર મંદિર બાંધવાની છે કે પછી કોઇ બીજા રસ્તો શોધવાને માટે સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે..? સરકારની ઇચ્છા પર શંકા ને કોઇ સ્થાન ન હોવું જાઇએ. માની લઇએ કે મંદિર નિર્માણ માટેનો પણ એક નિકાલ કે સરળ રસ્તો છે. તો શું આ વાતને ૨૦૧૫માં લાગુ ન કરી શકાઇ હોત..? ચૂંટણી આવતા હવે સરકાર કહી રહી છે કે અયોધ્યામાં વિવાદ તો ફક્ત ૦.૩૧૩ એકર જમીનનો છે. બાકી ૬૭.૩૯ એક જમીન વિવાદ વગરની છે અને તે મૂળ માલિકને પરત આપવામાં આવે તો કેન્દ્ર સરકારને કોઇ વાંધો નથી..!
સરકારે કોર્ટથી જે માંગણી કરી છે તેના પર સુનાવણી થશે. જાહેર છે કે કોઇ પક્ષકાર તેનો વિરોધ પણ કરે. કોર્ટ સરકારની માંગ માની પણ લે અને ૬૭.૩૯ એકર જમીન મૂળ(અસલ) માલિકને પાછી આપી દેવામાં આવે તો મંદિર ક્યાં બનશે…? વિવાદાસ્પદ જમીન કે જે રામની જન્મભૂમિ છે કે બિન વિવાદાસ્પદ જમીન કે જે રામની જન્મભૂમિ નથી પરંતુ કોઇ બીજા માલિકની જમીન છે. તો ત્યાં મંદિર બનશે..? આ સવાલ સામાન્ય લોકોના મનમાં એટલા માટે થવો જરૂરી છે કે કેમ કે ભાજપ અને સંઘ એ શરુઆતથી જ એવી માંગણી કરી રહી છે કે મંદિર વહી બનાયેંગે…એટલે કે જ્યાં રામનો જન્મ થયો અને જેના ઉપર બાબરીનો ઢાંચો બન્યો અને જેને ૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે તોડવામાં આવ્યો અને તે જગ્યા વિવાદાસ્પદ છે. તેના ઉપર ફેંસલો આવવાનો છે. સરકારે તેને છોડી બાકીની જમીન અસલ માલિકને પાછી આપવાની રજૂઆત કરી છે. કેન્દ્ર સરકારે આજદિન સુધી જે કાયદાકીય કાર્યવાહી કરી તે શું ચાર વર્ષ પહેલા થઇ શકતી હતી કે શું? પરંતુ તે સમયે આ માંગણી સરકાર કોર્ટની પાસે કરે તો આજ સુધીમાં તેને ફેંસલો પણ આવી ગયો હોત રામજીની કૃપાથી. મોડા આવ્યા પણ આવ્યા ખરાની જેમ હવે સરકાર જલ્દીમાં જલ્દી કોઇ પણ રીતે ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું કામ શરુ કરાવે જેથી વરસોથી ખૂલ્લા તંબુમાં બિરાજમાન રામલલ્લાને પણ પોતાનો મૂકામ મળે અને દેશ અને દુનિયાના કરોડો શ્રધ્ધાળુ રામજીના પવિત્ર દર્શન કરવા અયોધ્યા પધારે.
કુછ તો લોગ કહેંગે…લોગો કા કામ હૈ કહના…છોડો બેકારકી બાતો મેં કહી…બીતા ન જાયે મંદિર બનાને કી રૈના…! યે કાલી રૈના કા કાલા અંધકાર દૂર હો…કાલી અંધેરી રાત કે બાદલ છટેન્ગે…નયા સૂરજ નિકલેગા….યહી કહા થા માનનીય અટલજીને. તેમનું પણ સ્વપ્ન હતુ રામ મંદિરનું….તે પણ પૂરુ થાય અને અટલજીનું અધૂરુ સપનું આ સાકાર પૂરુ નહીં કરે તો શું રાહુલ કરશે…?! જય રામજીની..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY