શાહરૂખ ખાન બેનામી સંપત્તિના આરોપમાંથી દોષમુક્ત થયો

0
1

મુંબઈ,તા.૩૦
એક્ટર શાહરૂખ ખાનને મહારાષ્ટ્રના અલીબાગના એક બીચ પર બેનામી પ્રોપર્ટીના લાભાર્થીના આરોપમાંથી મુક્ત કરાયા છે. એક એપેલેટ ઓથોરિટીએ કાયદા હેઠળ આઇટી વિભાગના એટેચમેન્ટ ઓર્ડરને ‘નાબૂદ’ કરી દીધો છે. તેણે આ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા. એડ્‌જ્યુકેટિંગ ઓથોરિટીએ શાહરૂખ અને એક કંપની ડેજા વૂ ફાર્મ્સ પ્રાઇવેટ લિમિટેડ કે જેમાં શાહરૂખ, તેના પત્ની ગૌરી ખાન અને સાસરિયા પક્ષના લોકો છે તેની સામે ઓર્ડર જારી કરવા બદલ આઇટી વિભાગના સત્તામંડળની ટીકા કરી હતી.
ઓથોરિટીએ કહ્યું છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં એક સ્વતંત્ર એકમ દ્વારા કારોબાર મામલે જે વ્યાવસાયિક વ્યવહારો થયા હતા, તેને બેનામી વ્યવહાર તરીકે જાઇ ન શકાય કેમ કે તેના નાણાકીય ગોઠવણ ઋણ સ્વરૂપે થઇ હતી. ઓથોરિટીના અધ્યક્ષ ડી. સિંઘઇ અને સભ્ય તુષાર વી. શાહની બેન્ચે કહ્યું છે કે ‘અમે આ નિર્ણય પર આવ્યા છીએ કે ઠાલ ગામની આ કૃષિ ભૂમિ અને તેના બનેલા ઢાંચા બેનામી સંપત્તિ નથી અને તપાસ અધિકારી દ્વારા જપ્તી યોગ્ય નથી.’.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY