આજથી બે દિવસ રામ મંદિર મુદ્દે પ્રયાગરાજમાં વિહિપની ધર્મ સંસદ મળશે

0
9

આ ધર્મ સંસદમાં ૫ હજાર સંતો સામેલ થશે,રામ મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે
પ્રયાગરાજ,તા.૩૦
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં રામ મંદિર માટે યોજાનારી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદમાં ૫૦૦૦ સંતો સામેલ થશે.
આ અત્યાર સુધીની સૌથી મોટી ધર્મ સંસદ હશે તેવો દાવો વિશ્વ હિન્દુ પરિષદે કર્યો છે.જેમાં ભાગ લેવા માટે અઢી હજાર સંતો પ્રયાગરાજ પહોંચી ચુક્યા છે.વિહિપનુ લક્ષ્ય છે કે દરેક જિલ્લામાંથી એક સંત આ ધર્મ સંસદમાં હાજરી આપે.
૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલનારી સંસદમાં રામ મંદિર બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે.જેમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત પણ સામેલ થશે.
રામ મંદિરની સાથે સાથે સબરીમાલા મંદિર અને હિન્દુઓની આસ્થાઓ પર થઈ રહેલા હુમલાને લગતા પ્રસ્તાવ પણ ધર્મ સંસદમાં મુકવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY