ચીફ ઓફિસર ઠરાવતી નકલો આપતા નથી : વિપક્ષ નેતા દેવેન્દ્ર પટેલ
કડોદરા, તા.૩૧
કડોદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ સીમાદેવી ટાકુરના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સભામાં વિરોધ પક્ષ તથા શાસક પક્ષના વિરોધની વચ્ચે વિકાસના કામોને અગ્રતા તેમજ ૨૦૧૯-૨૦ વર્ષના બજેટની બહાલી આપવામાં આવી હતી.
કડોદરા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં હાજર વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર પટેલે વિરોધ કરતા જણાવેલ કે ઠરાવોની નકલ માંગવા છતાં નગરપાલિકાના ચીફ અોફિસર દ્વારા નકલો પૂરી પાડવામાં આવતી નથી. તેનું કારણ શું છે ? કઈ સમજાતું નથી. તેમ કહી વિરોધ દર્શાવ્યો હતો તેમજ હવે પછી અંતમાં એજન્ડાના કામ નંબર ૧૩માં પ્રમુખ સ્થાને કોઈ પણ કામોના લેવાતા આગામી દિવસોમાં વિકાસના નવા કામો માટે ખાસ સામાન્ય સભા બોલાવી કામો લેવાનો નિર્ણય કરાય તેમ જણાવ્યું હતું.
જ્યારે સભામાં હાજર પાણી સમિતિના ચેરમેન કર્ણાભાઈ ભરવાડે નગરમાં આડેધડ બીન અધિકૃત બાંધકામોની આકારણી પાછલા બારણે કરવામાં આવતી હોવાની તેમજ ઠરાવોની નકલ નગર સેવકોને પૂરી પાડવા અંગે ફરિયાદ કરાઈ હતી.
આમ શાસકનો તેમજ વિરોધ પક્ષના વિરોધ બાદ વિકાસના વિવિધ કામોને અગ્રતા અપાઈ હતી તથા ગત સામાન્ય સભામાં ઠરાવો તથા કારોબારીના ઠરાવોને વાંચનમાં લઈ બહાલી આપવામાં આવી હતી. તેમજ ૨૦૧૯-૨૦૨૦ વર્ષના બજેટની બહાલી આપવામાં આવી હતી. આ સભામાં કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ, વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઈ પટેલ, સંજય શર્મા, રાજન સીદ્દીકી, સંતોષ યાદવ, આશાબેન, નિશાબેન પટેલ, જેવા નગર સેવકો હાજર રહ્ના હતા. આમ વિપક્ષના હોબાળા વચ્ચે સામાન્ય સભા સંપન્ન થઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



