અડાજણની મહિલા તબીબના આપઘાત કેસમાં પતિ ડો. ચિંતન પટેલની પૂછપરછ

0
8

ડો. મનાલિ પટેલના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું : મૃતકની અંતિમવિધિ બાદ પોલીસ તપાસ આગળ વધારશે
સુરત, તા.૨
અડાજણની ડો. મનાલી ચિંતન પટેલ ગઈકાલે સ્યુસાઈટ નોટ લખી અને ભાઈને મેસેજ કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના પ્રકરણમાં અડાજણ પોલીસે હાલ તુરંત અકસ્માત મોતનો ગુનો નોîધી સાસરિયા પક્ષની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અડાજણ શિવકુટીર રો હાઉસમાં રહેતી અને કે.પી. સંઘવી હોસ્પિટલમાં ફરજ બજાવત મહિલા તબીબે મનાલી પટેલે સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધા પ્રકરણ અડાજણ પોલીસે કબજે કરેલી સ્યુસાઈટ નોટ બાદ મૃતક મહિલા તબીબના સાસરિયા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. અડાજણ પોલીસસતુંરોના જણાવ્યા મુજબ હાલ મહિલા તબીબના પિયર પક્ષ તરફથી કોઈ ફરિયાદ આપવામાં આવી નથી તેમ છતાં અડાજણ પોલીસે સ્યુસાઈટ નોધના આધારે મૃતકના પતિ ડો. ચિંતન ઠાકોર પટેલ સહિતના સાસરિયાની પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે મૃતક ડો. મનાલીનું પોસ્ટ મોર્ટમ બાદ લાશનોક બજા પરિવારïજનોને સુપરત કરાશે. હાલ મૃતકના પરિવારજનો મૃતકની અંતિમïવિધિમાં વ્યસ્ત હોય, વિધિ પૂર્ણ થયા બાદ મૃતકના પરિવારજનોની ફરિયાદ નોધ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY