ફિલ્મ અર્જુન પતિયાલાની રિલિઝ ડેટ ફરી એકવાર વિલંબમાં

0
6

મુંબઈ,તા.૨૫
ગાયક અભિનેતા દિલજિત દોસાંઝ, વરુણ ધવન અને કૃતિ સનેનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ અર્જુન પતિયાલા કિયારે રિલિઝ થશે એ કોઇ કહી શકે એમ નથી. આ ફિલ્મ ક્્યારની તૈયાર છે અને અગાઉ થયેલી જાહેરાત મુજબ ચાલુ વર્ષના સપ્ટેંબરની ૧૩મીએ રજૂ થવાની હતી. પરંતુ એવું બન્યું નહીં. ત્યારબાદ એક યા બીજા કારણે ફિલ્મની રિલિઝ વિલંબમાં પડતી રહી છે.
એક સૂત્રે કહ્યું કે ખરી વાત એ છે કે આજે માર્કેટ બહુ જટિલ બની રહ્યું છે. પ્રાદેશિક ફિલ્મો પણ હવે તો ઢગલાબંધ થિયેટરોમાં રજૂ થાય છે અને ક્્યારેક સાવ નાનકડા બજેટની ફિલ્મો એવી હિટ નીવડે છે કે એને લઇને બીજી કેટલીક ફિલ્મોને રિલિઝ મળતી નથી.ઔએક અફવા મુજબ આ ફિલ્મ ૨૦૧૯ના ફેબુ્રઆરીમાં રિલિઝ થવાની છે. આમ થાય તો આ ફિલ્મે ગળાંકાપ સ્પર્ધા સહન કરવાની આવશે. ફેબુ્રઆરીમાં વિધુ વિનોદ ચોપરાની એક લડકીકો દેખા તો ઐસા લગા, સુશાંત સિંઘ રાજપૂતની સોન ચિડિયાં, ઝોયા અખ્તરની ગલી બાય અને દે દે પ્યાર દે દે એમ ચાર ચાર ફિલ્મો એક સાથે રજૂ થવાની છે.એની સાથે અર્જુન પતિયાલાએ ટકી રહેવા માટે ટફ લડત આપવી પડશે.
ટ્રેડ પંડિતો માને છે કે રાજકુમાર હીરાણીની સંજુ સાથે દિલજિતની સૂરમા રજૂ થવાની હતી. પરંતુ એ ક્લેશ ટળી ગયો. હવે અર્જુન પતિયાલાની રિલિઝ દિલજિત માટે સરદર્દ બની રહી છે. પરંતુ એક સાથે ચચ્ચાર ફિલ્મો રજૂ થતી હોય ત્યારે અર્જુન પતિયાલા ટકી શકે એવી શકીયતા પણ બહુ ઓછી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY