હાજિન,
તા.૩/૦૪/૨૦૧૮
જમ્મુ કાશ્મીરના હાજિનમાં આતંકવાદીઓએ એક ઘર પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ ઘર પર અંધાધુંધ ગોળીબાર કરી એકનું અપહરણ કર્યુ હતું.
આતંકવાદીઓએ કરેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા છે. હુમલો કરનાર આંતકવાદીઓએ ઘરમાં તોડફોડ કરી હતી. જે બાદ આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે મોડી રાત્રે ચાર જેટલા આતંકવાદીઓએ ફારૂખ અહમદ નામના શખ્સના ઘર પર અંધાધુધ ફાયરિંગ કર્યું હતું.
આતંકવાદીઓએ ફારૂખની પત્ની, પુત્રી અને તેના ભાઈ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા. ત્યારે હુમલાની ઘટના બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





