કેદારનાથ,
તા.૩/૦૪/૨૦૧૮
દુર્ઘટનામાં ગંભીર ઈજા નહિ,ચાર લોકો ઘાયલ
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ પાસે ઇન્ડિયન એરફોર્સનું એક એમઆઈ-૧૭ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. અહેવાલ પ્રમાણે ઇન્ડિયન કરતી વખતે હેલિકોપ્ટર કોઈ લોખંડના ગાર્ડર સાથે ટકરાઈ ગયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી પરંતુ હેલિકોપ્ટરને ભારે નુકસાન પહોંચ્યું હતું.
હેલિકોપ્ટરમાં સવાર ચાર લોકોને નજીવી ઈજા થઈ છે જેમાં પાયલોટ પણ સામેલ છે. ચારેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. લેન્ડીંગ વખતે ગાર્ડરથી ટકરાવવાના કારણે હેલિકોપ્ટર પલટી ગયું હતું અને તેમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો.
તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ હેલિકોપ્ટરના પંખા અને અન્ય ભાગને ઘણું નુકાસન થયું હતું. સ્થાનિકોએ પાયલોટ અને અન્ય ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૩ની સાલમાં કુદરતી આપત્તિ બાદ કેદારનાથમાં ભારે નુકસાની થઇ હતી. ત્યારથી અહીં બાંધકામ ચાલી રહ્યું છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથના જીર્ણોદ્ધાર પર ભાર મૂકી રહ્યાં છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"