રામજન્મ ભૂમિ સ્થળની વિવાદ વિનાની જગ્યા સુપ્રીમે રીલીઝ કરી દેવી જોઇએ

0
7

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા-સાંસદ મીનાક્ષી લેખીનું નિવેદન
વડોદરા,તા.૨
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ મીનાક્ષી લેખી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે રામ મંદિરના નિર્માણ અંગે જણાવ્યું કે,રામજન્મ ભૂમિ સ્થળની વિવાદ વિનાની જગ્યા સુપ્રીમ કોર્ટે રીલીઝ કરી દેવી જાઇએ. કોંગ્રેસ રામમંદિરની તારીખ અંગે લોકોને ભ્રમિત કરી રહી છે.
જ્યારે વચગાળાના કેન્દ્રીય બજેટ અંગે કહ્યું કે, ખેડૂતોને વાર્ષિક રૂપિયા ૬૦૦૦ આપવાની જાહેરાત કરી સરકારે ખેડૂતોની કોઇ મજાક કરી નથી. યુ.પી.એ. સરકારે ખેડૂતોને ૫૦૦૦ જ આપ્યા હતા અને તે પણ ખેડૂતો સુધી પહોંચ્યા નથી. જ્યારે ભાજપ સરકારે ખેડૂતોને સીધા બેંક એકાઉન્ટમાં પૈસા આપવાની વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય લોકોનો સર્વાંગી વિકાસ કરવાનું છે. તેને ધ્યાનમાં રાખી આ બજેટ બનાવ્યું હતું. બજેટમાં ખેડૂતો, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સામાન્ય લોકોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે છેલ્લા ૫ વર્ષમાં કોઇ પણ પ્રકારનો ટેક્સ વધાર્યો નથી. પરંતુ, પ્રતિવર્ષ ટેક્સમાં રાહત આપી છે. બજેટમાં મહિલાઓનું પણ ધ્યાન રાખ્યું છે. ૫૨ ટકા લોકો GDP બનાવે છે. તેમના માટે ક્યારેય યોજના બનાવાઈ નથી. તેવા લોકોને પણ કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ધ્યાનમાં લેવાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY