ચાલુ બાઇકમાં આગ લાગતાં બેનાં મોત નીપજ્યાં

0
29

અમદાવાદ,તા.૨૨
અમદાવાદ નજીકના બાવળામાં એક બાઈક પર બે પુરુષ અને મહિલા જઈ રહ્યાં હતાં તે સમયે અચાનક ચાલુ બાઈકે કોઈ કારણસર બાઈકમાં આગ લાગી ગઈ.
બાઈકસવાર કંઈ સમજે તે પહેલાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને બાઈકસવારોને આગની લપેટમાં લઈ લીધા બાદ ત્રણેય લોકો ચાલુ બાઈકે રસ્તા પર નીચે પટકાયા હતા. બાઇકની આગની લપેટમાં બે લોકો સંપૂર્ણ રીતે આવી જતાં રસ્તામાં જ બાઈકની સાથે સળગી ગયા, બે પુરુષનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ વિચિત્ર અકસ્માત થતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં, પરંતુ આગમાં સળગી રહેલા લોકોને બચાવવાની કોઈની હિંમત ન ચાલી. હાલમાં પોલીસ ઘટનાસ્થળ પહોંચી સમગ્ર ઘટના કેવી રીતે બની, બાઈક પર કોણ સવાર હતા તેમની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY