બેંગ્લુરુ,તા.૮
કર્ણાટકમાં ફરી રાજકીય ઘમસાણ ચાલુ થયું છે. કોંગ્રેસ-જેડી (એસ) ગઠબંધન સરકાર પોતાના ૧૩ ધારાસભ્યને લઇને અસમંજસની સ્થિતિમાં છે, જેમાં કોંગ્રેસના ૧૦ અને બે અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યો બજેટસત્રના બીજા દિવસે પણ સતત ગાયબ રહ્યા છે. સરકારને ડર છે કે આ ધારાસભ્યોની ગેરહાજરી ભાજપના ઓપરેશન લોટસની સફળતાનો સંકેત તો આપતી નથી ને?
મુંબઇમાં ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયબ ધારાસભ્યોમાંથી ૧ર આ સપ્તાહની શરૂઆત સાથે ૧૩માંથી ૬ પવૈઇ સ્થિત રેનેસા હોટલ અને બાકીના ધારાસભ્યો સાંતાક્રૂઝની હોટલ સહારા પ્લાઝામાં છે. માહિતગાર મહારાષ્ટ્ર ભાજપના એક કેબિનેટ પ્રધાને પણ આ અટકળોને સમર્થન આપ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




