હાથીઓ, મૂર્તિઓ બનાવવા પાછળ જે પૈસા ખર્ચ્યા છે તે પરત કરો

0
54

માયાવતીને સુપ્રીમનો ઝાટકો,આગામી સુનાવણી ૨ એપ્રિલે થશે
હાથીની પ્રતિમા પાછળ ૫૯૦૦ કરોડનો ખર્ચ થયો હતો
ન્યુ દિલ્હી,તા.૮
બસપા સપ્રીમો માયાવતીને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ટેચ્યૂ બચાવવામાં ખર્ચ થયેલ જનતાના પૈસાની ચૂકવણી માયાવતીએ કરવી પડશે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં માગણી કરી હતી કે બસપા સુપ્રીમો દ્વારા પ્રતિમાઓના નિર્માણ પર જનતાના પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે, જે અટકાવવું જાઈએ. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે આ મામલામાં આગામી સુનાવણી ૨ એપ્રિલે થશે.
મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે મૂર્તિઓના નિર્માણ પર ખર્ચ કરવામાં આવેલ રૂપિયા સરકારી ખજાનામાં પરત જમા કરાવવા પડશે. જણાવી દઈએ કે આ મૂર્તિઓ અને હાથિઓ ઉપરાંત ખુદ માયાવતીની મૂર્તિઓ પણ સામેલ છે.
જણાવી દઈએ કે માયાવતીએ ઉત્તર પ્રદેશમાં બસપા શાસનકાળણાં કેટલા પાર્કનું નિર્માણ કરાવ્યું હતું. આ પાર્કમાં બસપા સંસ્થાપક કાંશીરામ, માયાવતી અને હાથિઓની મૂર્તિઓ લગાવવામાં આવી હતી. આ મુદ્દો અગાઉ પણ ચૂંટણીમાં ઉઠતો રહ્યો છે અને વિપક્ષીઓ આ મુદ્દા પર નિશાન સાધે છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ૨૦૧૫માં ઉત્તર પ્રદેશની સરકારથી પાર્ક અને મૂર્તિઓ પર ખર્ચ થયેલ સરકારી પૈસાની જાણકારી માંગી હતી. ઉત્તર પ્રદેશમાં પૂર્વ સમાજવાદી પાર્ટી સરકાર આ મુદ્દા પર બસપાને ઘેરતા રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY