રણબિર-કેટની બીચ હોલીડેની તસવીર નકલી : સલમાન ખાન

0
4

મુંબઈ,તા.૮
આજકાલ સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગ મુંબઇની ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે અને તે અંતિમ તબક્કામાં છે. ફિલ્મમાં કેટરિના અને સલમાનની જાડી ફરી એકવાર સાથે જાવા મળશે. પરંતુ કેટરિનાને લઇને વધુ એક વાત સામે આવી રહી છે.
એક સમયે સલમાન ખાન અને કેટરિના એક-બીજાને ડેટ કરતાં હતાં. બન્ને અલગ થયા તેની પાછળ રણબિર કપૂરને જવાબદાર ગણવામાં આવતો હતો. કેટરિના અને રણબીરની બીચ હોલિડેની તસવીરો વાયરલ થઇ હતી. જે બાદ સ્પષ્ટ થઇ ગયું હતું કે તેઓ એકબીજાને ડેટ કરે છે. જે અંગે સલમાને કહ્યું હતું કે, લોકોએ પોતાની લાઇફ આ રીતે બહાર ન લાવી જાઇએ. જાકે, હવે ફરી આ અંગે સલમાને કંઇક કહ્યું છે.
ટીવીના એક શોમાં સલમાને કહ્યું કે, તે તસવીર નકલી હતી. તેની સાથે છેડછાડ કરાઇ છે. તે પબ્લિસિટી સ્ટંટ હતું. મને લાગે છે કે તે રણબીર તો હશે પરંતુ મને તે કેટરિના નથી લાગતી. મોર્ફ્ડ તસવીરો.
સલમાને કહ્યું કે, વિચાર કરો કોઇ પર્સનલ હોલિડે પર ગયું છે અને તેની તસવીરો પાડી નાંખી દેવાઇ છે. કેટલું બકવાસ છે. આ આપણી માતા-બહેનો સાથે પણ થઇ શકે છે. તમારી માતા-બહેન સાથે આવું થયું હોય તો તમે કેવી રીતે રિએક્ટ કરો?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY