વડોદરા,તા.૧૧
વડોદરા શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાની કામગીરીમાં ગેરરીતી થતા ૨૬ ટીપી સ્કીમો રાજ્ય સરકારે પરત મોકલી હતી જે બાદ હવે આ ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે માત્ર એક જ ટાઉન પ્લાનર ઓફિસરની રાજ્ય સરકારે નિમણૂંક કરતા વિવાદ સર્જાયો છે એટલું જ નહીં આ અધિકારી સમાંતર ઓફિસ ચલાવતા હોવાના અને ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો પણ થઈ રહ્યા છે.
ગુજરાત સરકારે વિવિધ શહેરોમાં ટાઉન પ્લાનીંગ વિભાગનું સરળીકરણ થાય તે માટે અમદાવાદ શહેરમાં ત્રણ ટાઉન પ્લાનર અધિકારી હતા તેમાં વધારો કરી ૯ અધિકારીની નિમણૂંક કરી.
જ્યારે રાજકોટમાં ત્રણને નિમણૂંક આપી અને સુરતમાં ૨ ટાઉન પ્લાનર અધિકારી હતા તેમાં વધારો કરી ૬ ટાઉન પ્લાનરની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ વડોદરામાં વિવિધ વિસ્તારોની ૨૬ ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવાની કામગીરી કરવાની હોવા છતાં માત્ર એક જ ટાઉન પ્લાનર અધિકારીની કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
પરંતુ આ ઓફિસ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. વડોદરા શહેરમાં એક માત્ર ટાઉન પ્લાનર અધિકારી તરીકે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા અધિકારી મુકેશ ડાભી મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે એટલું જ નહીં છેલ્લા છ મહિનાથી બાંધકામ માટે જરૂરી ટીપી સ્કીમ અંગે અભિપ્રાય પણ આપવા માટેની કામગીરી થતી નથી જેને કારણે બાંધકામ પ્રવૃત્તિ પર સીધી અસર પડી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




