સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગાર ના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે
લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. ડી.ડી.ચુડાસમા ની સુચનાથી પો.હેઙકોન્સ ગેલાભાઇ વસ્તાભાઇ તથા વાજસુરભાઇ ગઢવી તથા પો.કોન્સ અમરકુમાર કનુભાઇ તથા પો.કોન્સ યોગેશકુમાર કનૈયાલાલ તથા પો.કોન્સ હરદેવસિંહ બળવંતસિંહ તથા પો.કોન્સ વિજયસિંહ દિલીપસિંહ વિગેરે સ્ટાફના માણસો પેટોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ અમરકુમાર ગઢવી નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે મોટાભડલા ગામના પરા પાસે આવેલ ખરાબામા ખુલ્લામાં અમુક ઇસમો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે.
💫 જેથી મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત પો.સ્ટાફ સાથે રેઇડ કરતા આરોપીઓ (૧) (૧) ઘનશ્યામભાઇ મથુરભાઇ બારૈયા જાતે ત.કોળી ઉ.વ.૨૪ ધંધો ખેતી રહે, મોટાભડલા તા.સાયલા(૨) પ્રેમજીભાઇ મેરાભાઇ મેર જાતે ત.કોળી ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે,ચોરવીરા(ભા) તા.સાયલા (૩) ઘનશ્યામભાઇ ઘુઘાભાઇ મેર જાતે ત.કોળી ઉ.વ.૨૫ ધંધો ખેતી રહે.મોટાભડલા તા.સાયલા (૪) વાલજીભાઇ ગોદડભાઇ મેર જાતે.ત.કોળી ઉ.વ.૨૩ ધંધો ખેતી રહે.મોટાભડલા તા.સાયલા (૫) ક્રુણાલભાઇ વિનુભાઇ મેર જાતે ત.કોળી ઉ.વ.૩૧ ધંધો ખેતી રહે.મોટાભડલા તા.સાયલા વાળા રોકડ રૂ,૧૮૬૪૦/- તથા મોબાઇલ નંગ ૪ કિ.રૂ.૩૫૦૦/- કુલ મુદામાલ રુપિયા ૨૨૧૪૦ સાથે પકડાઇ ગયેલ છે જેમના વિરૂધ્ધ પો.કોન્સ અમરકુમારે શ્રી સરકાર તરફે ફરીયાદ નોંધાવી આગળની તપાસ ગેલાભાઇ વસ્તાભાઇ પો.હેડ.કોન્સ સાયલા ચલાવી રહેલ છે.
રિપોર્ટર લીંબડી
દિપકસિંહ વાઘેલા
+917016170844
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





