પુલવામા આતંકી હુમલા પર સમગ્ર બોલિવુડ શોકમગ્ન બન્યું

0
34

મુંબઈ-શ્રીનગર,તા.૧૫
જૈશ-એ-મોહમ્મદના એક સ્થાનીય આત્મઘાતી આદિલ અહમદ ઉર્ફ વકાસે કાર બમથી સીઆરપીએફના એક કાફલામાં સામેલ બસને ઉડાવી દીધી, જેમાં લગભગ ૪૪ જવાન શહીદ થયા છે. જાકે હાલ એની કોઈ આધિકારીક પુષ્ટિ થઈ નથી.
અજય દેવગને લખ્યું કે,‘ભયંકર અને ઘૃણાસ્પદ. હું ગુસ્સાને શબ્દોમાં વર્ણવી શકતો નથી.’ જ્યારે અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર લખ્યું કે,‘આજ જ્યારે આપણે પ્રેમનો દિવસ ઉજવી રહ્યાં છીએ ત્યારે નફરતે તેનું માથું ઊભું કર્યું છે. જે ખબૂજ ઘૃણાજનક છે.’
ઉપરાંત આર માધવને ટ્વિટ કરી લખ્યું કે,‘આ ઘૃણિત કામ બાદ જે લોકો તેનો જશ્ન મનાવી રહ્યા છે તેમની માત્ર નિંદા કરવી પર્યાપ્ત નથી. તમના ચહેરા અને સ્મિત મિટાવી દો. બદલો લો.’ રિતેશ દેશમુખે પણ લખ્યુ કે,‘ડરપોકોએ ફરી હરકત કરી. ખૂબજ દુખદ છે. શહીદોને શ્રદ્ધાંજલિ.’
જ્યારે તાજેતરમાં આવી ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક, જેમાં સેનાના જવાનોને મારવાની ઘટનાનો બદલો લેવાની કાર્યવાહીને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈનાએ પણ ટ્વિટ કર્યું કે,‘વે ક્્યારે સમજશે કે આઝાદીની કોઈ વાત નથી કારણ કે કોઈ ગુલામી જ નથી. આશા છે. એક દિવસ તેઓ આ વાત સમજી જશે.’ અનુપમ ખેરે આ ઘટનાને ખબૂજ દુખદ બતાવી છે. તેમને હુમલામાં શહીદ થયેલ લોકોને નમન કરી શ્રદ્ધાંજલિ આપી છે.
અભિનેત્રી ગુલ પનાજે પણ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે,‘આ ઘટના માટે જે લોકો જવાબદાર છે તેમને શોધવાની જરૂર છે અને ત્યાર બાદ તેમને કરારો જવાબ આપવો જાઈએ.’ આ સિવાય અન્ય અભિનેત્રી સ્વરા ભાસ્કરે લખ્યું કે,‘આ એક શર્મનાક ઘટના છે. આવા લોકોમાં આત્મા પણ નથી અને માનવતા પણ નથી.’ જ્યારે અભિનેતા સોનૂ સૂદે આને એક કાયરતા પૂર્ણ ઘટના ગણાવી છે. તમને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને આશ્વાસન આપ્યું છે. ઉરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિકી કૌશલે લખ્યું કે,‘પુલવામામાં ત્રાસવાદી હુમલાના સમાચાર સાંભળી મને ખૂબ જ દુખ અને આઘાત લાગ્યો છે. ઇજાગ્રસ્ત લોકો ઝડપી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું અને શહીદોને નમન.’ જ્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ આ ઘટનાની નિંદા કરી અને શહીદોના પરિવાર અને ઈજાગ્રસ્ત લોકોને ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY