પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ તમિલનાડુ સરકારને એનજીટીએ ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો

0
7

ચેન્નાઇ,તા.૧૭
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બકિંઘમ નહેર સહિત અડયાર અને કૂવમ નદિઓમાં અતિક્રમણ હટાવવા અને પ્રદૂષણને રોકવામાં અસામાન્ય વિલંબ કરવા મામલે તમિલનાડુ સરકાર પર ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. આ રકમનો ઉપયોગ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણમાં થઇ રહેલા નુકસાન માટે કરવામાં આવશે.
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી દરમિયાન એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળની બેન્ચે રાજ્ય સરકારને ૧૦૦ કરોડ રૂપિયા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પાસે જમા કરાવવાના આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, ૨૬,૩૦૦ અતિક્રમણોમાંથી માત્ર ૪૦૮ જ હટાવવામાં આવ્યા છે, જ્યારે ૨૫,૮૯૨ અતિક્રમણોને હજુ સુધી હટાવવામાં આવ્યા નથી.
ટ્રિબ્યુનલે અગાઉ તમિલનાડુના મુખ્ય સચિવ આ મામલે ધ્યાન આપવા અને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો કે, પર્યાવરણ અને લોકોના હિતમાં તાત્કાલિક પગલા લેવામાં આવે. ગત વર્ષે ૨૩ એપ્રિલે ટ્રિબ્યુનલે પ્રત્યેક ત્રણ મહિને આ અંગે વિસ્તૃત રિપોર્ટ જમા કરવવાનો આદેશ આપ્યો હતા. એનજીટી ચેન્નાઇ અડયાર અને કૂવમ નદીઓ અને બકિંઘમ નહેરમાં પ્રદૂષણ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY