હું લોકસભા-૨૦૧૯ની ચૂંટણી નહીં લડુઃ રજનીકાંતની જાહેરાત

0
6

પ્રચાર દરમિયાન તેમના પાર્ટીના ચિન્હનો ઉપયોગ કરવામાં ન આવવો જોઈએ
ચેન્નાઇ,તા.૧૭
સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીના સુપર સ્ટાર અને ધ થલાઇવા નામે જાણીતા રજનીકાંતે લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલા રવિવારે એક મોટા નિર્ણયની જાહેરાત કરી. રજનીકાંતે જે જાહેરાત કરી છે, તેનાથી તામિલનાડુના તે તમામ રાજકીય પક્ષોને રાહત મળશે કે જેઓ માટે લોકસભા ચૂંટણી ૨૦૧૯માં રજનીકાંત પડકાર બની શક્યા હોત.
રજનીકાંતે આજે એલાન કર્યું છે કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાગ નહીં લે. રજનીકાંતે પોતે પણ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કડકાઈપૂર્વક મનાઈ ફરમાવી છે કે લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કોઈ પણ વ્યક્તિ કે પક્ષ પોતાના પ્રચાર માટે તેમના રાજકીય પક્ષ કે સિમ્બાલ કે તેમનો ઉપયોગ નહીં કરી શકે.
નોંધનીય છે કે રજનીકાંતે ગત ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. હજી સુધી તેમણે કોઈ રાજકીય પક્ષની સ્થાપના કરી નથી. રજનીકાંતે રાજકારણમાં પ્રવેશ કરતી વખતે જ કહી દીધું હતું કે તેમનું લક્ષ્ય તામિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૧ છે. આ ચૂંટણીમાં તેઓ ભાગ લેશે અને તેમની ભાવિ પાર્ટી તામિલનાડુની તમામ ૨૩૪ બેઠકો પર ચૂંટણી લડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY