યૂપીની જનતાએ ભાજપને રામમંદિરના નિર્માણ માટે વોટ આપ્યા છે

0
24

અયોધ્યા,
તા.૭/૪/૨૦૧૮

રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું

રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું છે કે જ્યાં રામલલા છે. તે જ સ્થાને રામમંદિરનું નિર્માણ થાય તેના માટે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં ભાજપને જનતાએ વોટ આપ્યા હતા.

મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું છે કે લાંબા સમયથી હિંદુ સમુદાય મંદિર નિર્માણની રાહ જાઈ રહ્યો છે. તેથી રામમંદિર નિર્ધારીત સ્થાને જ બનવું જાઈએ. તેમણે કહ્યું છે કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ હિંદુઓ માટે આસ્થાનો સવાલ છે અને આ મુદ્દા પર કોઈ સમજૂતી થઈ શકે નહીં.

મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું છે કે રામમંદિર નિયત સ્થાન પર બનવું જાઈએ. જા મોદી અને યોગીના નેતૃત્વવાળી સરકારોના કાર્યકાળમાં આમ નહીં થાય. તો ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં જનતાના ગુસ્સાનો સામનો કરવાનો વારો આવશે.

તેમણે કહ્યું છે કે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર તથા સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવતી વખતે જનતાના અવાજને ધ્યાનમાં રાખવો પડશે. મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું છે કે જા સુપ્રીમ કોર્ટનો ચુકાદો પ્રતિકૂળ આવશે. તો તેઓ મોદી સરકારને કહેશે કે તેઓ રામમંદિર નિર્માણને લઈને વટહુકમ લાવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY