વલસાડ,
તા.૨૪/૦૩/૨૦૧૮
વલસાડના પારનેરાપારડી ગામે આવેલા શ્રી હનુમાનજી મંદિરમાં નગ્ન અવસ્થામાં અચાનક આવી ચઢેલા માનસિક દિવ્યાંગ વ્યક્તએ કાચની તોડફોડ કરી હતી. બેકાબુ બનેલા માનસિક રીતે ક્ષતિગ્રસ્ત ઇસમને સ્થાનિકોએ મહામહેનતે કાબુમાં લીધા બાદ તેના શરીરને ઢાંકી દઈ દોરડીથી બાંધી દેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ કરાતા, સ્થળ પર પહોંચેલી પોલીસે માનસિક દિવ્યાંગ વ્યક્તને સારવાર માટે હોસ્પટલમાં મોકલી દેવાયો હતો.
પારનેરાપારડીના શ્રી સંકટહરણ હનુમાનજી મંદિરમાં શુક્રવારે સાંજે એક સખત રીતે દાઝેલો માનસિક રીતે દિવ્યાંગ ઇસમ નગ્ન અવસ્થામાં દોડી આવીને મંદિરમાં પ્રવેશી ગયો હતો, જે બાદ લોખંડનો સળિયો લઇ મંદિરમાં સ્થાપિત શ્રી હનુમાનજીની મૂર્તિ પાસે બેસાડવામાં આવેલી કાચની તોડફોડ કરી દીધી હતી. જેને કારણે સ્થાનિક રહીશો અને તે સમયે હાજર લોકો સ્થળ પર દોડી આવી તોફાને ચઢેલા ઇસમને યેનકેન પ્રકારે કાબુમાં લઇ, પ્રથમ તેને એક કપડાથી ઢાંકી દીધા બાદ દોરડાથી બાંધી દીધો હતો.
બીજી તરફ, કોઈક વ્યક્તએ મંદિર પરિસરમાં આત્મવિલોપન કર્યું હોવાના મેસેજ મળતા જ, રૃરલ પોલીસ મથકના પીએસઆઇ એ. કે. દેસાઈ, હે.કો. પ્રશાંત અને પો.કો. કાંતિભાઈ સ્થળ પર દોડી ગયા હતા. માનસિક દિવ્યાંગ વ્યક્ત પહેલેથી જ દાઝેલી હાલતમાં હોવાનું સ્થાનિક રહીશોએ જણાવતા, પોલીસે રાહતનો દમ લીધો હતો. પોલીસે માનસિક રીતે બિમાર વ્યક્તને ખાનગી વાહનમાં સારવાર માટે સિવિલ હોસ્પટલમાં ખસેડયો હતો.
પારનેરાપારડીના શ્રી હનુમાનજી મંદિરમાં ઘૂસી જનાર માનસિક દિવ્યાંગ વ્યક્તને વાપી વિસ્તારમાં દાઝેલી હાલતમાં સારવાર માટે ૪ માસ પહેલા ૧૦૮-એમ્બ્યુલન્સમાં લઇ જવાઇ રહ્યો હતો. જે દરમિયાન તે વ્યક્ત ૧૦૮-એમ્બ્યુલન્સના કાચ તોડીને ફરાર થઇ ગયો હતો. જે બાબતે ૧૦૮-એમ્બ્યુલન્સના ફરજ પરના કર્મચારીઓએ ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"