ન્યુ દિલ્હી,તા.૧૯
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અંગે હવે રાજકારણ ગરમાયું છે. ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કમલ હાસન અને નવજાત સિહં સિદ્ધુ પર હુમલો કર્યો છે. ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે, નવજાત સિંહ સિદ્ધુ, કમલ હાસન અને નસીરુદ્દીન શાહ પાકિસ્તાની ગજવા-એ-હિંદ લશ્કર છે.
ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ગજવા-એ-હિંદની ચર્ચા થાય છે, જેનો અર્થ ભારતનું ઇસ્લામીકરણ થાય છે, જેને પુલવામા હુમલા બાદ વેગ મળ્યો છે. દુર્ભાગ્ય છે કે, ભારતમાં નસીરુદ્દીન શાહ અને કમલ હાસન જેવા લોકો તેમના એજન્ટ બની ગયા છે જેઓ ગજવા-એ-હિંદની વાત કરે છે.
ગિરિરાજ સિંહે મંગળવારે સવારે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, કમલ હાસન, નસીરુદ્દીન શાહ, સિદ્ધુ અને ઇન્ટોલરન્સ ગ્રુપ પાકિસ્તાનનું ષડયંત્ર જનમત સંગ્રહની વાત કરે છે જ્યારે ભારત ગજવા-એ-હિંદને નિષ્ફળ કરવા અને અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





