ચાવજ ગામ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડનું ભૂમિ પૂજન યોજાયું..

0
27

ભરૂચ તાલુકા ના ચાવજ ગ્રામ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ચાવજ ગામથી નેશનલ હાઈવે નંબર ૮ ને જોડતાં રસ્તાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી સડક ગ્રામ યોજના અંતર્ગત સ્ટ્રેન્ધનિંગ ટુ ચાવજ એપ્રોચ રોડને અને નેશનલ હાઈવે નંબર ૮ ને જોડતો ૨ કિમિ લાંબા રોડનું આજ રોજ વિધીવત ઉદ્ઘાટન ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં ચાવજ ગામના સરપંચ અપેક્ષાબેન,ગામ ના આગેવાન ઝીના ભરવાડ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યા માં ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ચાવજ ગામ ના સર્વાંગી વિકાસમાં ધારાસભ્ય દુષ્યંતપટેલ નો સિંહફાળો રહ્યો છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY