વાશિંગ્ટન,તા.૧૯
હાલ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને લઇને એક નવો પડકાર દેશની સામે આવી ગયો છે, પરંતુ નોર્થ કોરિયા સાથે આ પડકારને કોઇપણ જાતનો સંબંધ નથી અને ન તો રશિયા સાથે છે. આ નવો દુશ્મન એક યૂરોપિયન કાર છે. આ મામલે અમેરિકાના કોમર્સ સેક્રેટરી વિલ્બર રોસ દ્વારા અમેરિકાનારાષ્ટ્રપતિ ટ્રમ્પને એક રિપોર્ટ મોકલવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઓલ્ડ યૂરોપિયન કારની દેશમાં આયાત કરવાથી અમેરિકાની સુરક્ષા માટે જોખમ છે.
અમેરિકા અને યૂરોપિયન યૂનિયન વચ્ચેના સંબંધો ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછીથી ઉતાર-ચઢાવ વાળા રહ્યા છે. અમેરિકાના માર્કેટમાં યૂરોપિયન કારની એટલી બધી માંગ રહી નથી. વર્ષ ૨૦૧૭માં ૧૭ મિલિયન કાર અમેરિકામાં વહેંચાઇ હતી, જેમાંથી અડધી કાર ઇમ્પોર્ટેડ હતી. અમેરિકામાં વહેંચાતી મોટાભાગની ગાડીઓ મેકિસકોની છે અથવા તો કેનેડાની છે.
આ મામલે જર્મનીનું કહેવું છે કે અમેરિકામાં માત્ર ૪ લાખ ૭૦ હજાર ગાડીઓજ નિકાસ કરવામાં આવે છે. ટ્રમ્પના કોર્મસ સચિવ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવા મળે છે કે આ રિપોર્ટ ટ્રમ્પનો જ અરીસો છે કે જેમાં જાણવા મળે છે કે ટ્રમ્પની વેપાર નીતિનો સીધો આધાર છે કે કોણ વધારે ખરીદે છે અને કોણ વધારે વેચાણ કરે છે. અમેરિકા યૂરોપિયન યૂનિયન સાથે ટ્રેડ ડેફિસિટ કરી રહ્યું છે અને આજ કારણ છે કે ભારત સાથે પણ વેપારને લગતા સંબંધો પર ટ્રમ્પ ઝીરો ટૈરિફ નીતિ પર પૂર્ણવિરામ મુકવાનું વિચાર કરી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



