દક્ષિણ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારો : નવસારી જિલ્લામાં ૧૨ ડીગ્રી સુરત અને વલસાડ જિલ્લામાં ૧૭ ડીગ્રી લઘુતમ તાપમાન

0
4

સુરત, તા.૧૨
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે અને મળસ્કે ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. ન્યુનતમ તાપમાનમાં ધીરે ધીરે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્ના હોવાથી આંતરીયાળ ગામડાઅોમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરનું અધિકતમ તાપમાન ૩૭ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૭.૨ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૩ મિલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી ઉત્તર દિશાથી પવન ફુંકાઈ રહ્ના છે. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનતમ તાપમાન ૧૨ ડીગ્રી નોંધાયું છે. શહેર જિલ્લામાં રાત્રે અને મળસ્કે ફલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. વલસાડ શહેરમાં આજે સવારે ૧૭.૬ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડા સાથે ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY