રૂ. ૬.૩૩ લાખનો માલ ખરીદી પેમેન્ટના બદલે ધમકી આપી
સુરત, તા. ૨૦
અમદાવાદની મહિલા વેપારીએ સુરતના કાપડ દલાલ મારફતે રૂપિયા ૬.૩૩ લાખની કિંમતના તાકા મગાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સહારા દરવાજાન ટ્વીન ટાવરમાં અંબિકા ટેક્ષટાઈલ્સના નામે દુકાન ધરાવતા પરેશભાઈ વિઠ્ઠલભાઈ નાગપુરેએ આરોપી આશાબેન મુકેશભાઈ વેકરિયા (સુમેલ બિઝનેસ પાર્ક, કાલુપુર અમદાવાદ), કાપડ જદલાલ ચંદુભાઈ (રહે. પુણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી આશાબેન દલાલ ચંદુ મારફતે ફરિયાદી પરેશભાઈ પાસેથી રૂપિયા ૬,૩૩,૬૪૦ની કિમતના કાપડની તાકા મંગાવ્યા હતા. આ માલનું પેમેન્ટ કરવાને બદલે આરોપીઓએ ગાળો આપી ધાક-ધમકી આપી હતી. બનાવ અંગે મહિધરપુરા પોલીસે વિશ્વાસઘાત-છેતરપિંડી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




