ત્રણ જણાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ
સુરત, તા. ૨૦
લીંબાયત સંજયનગર વિસ્તારમાં ઝઘડાની અદાવતમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યાની કોશિષનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નીલગીરી ગણેશનગર-૧માં રહેતા પ્રકાશ તારાચંદ ડિવરેએ આરોપી સંદીપ ચોટલા અને બે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોîધાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના દીકરા શુભમ સાથે આરોપી સંદીપનો ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી આરોપીઓએ શ્રીરામ ચોક પાસે શુભમને આંતરીને માર મારી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે લીંબાયત પોલીસે હત્યાની કોશિષનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે. આમ લીંબાયતમાં યુવકને ચપ્પુના ઘા મારી હત્યાની કોશિષનો બનાવ લીંબાયત વિસ્તારમાં બનવા પામ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્નાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



