કંપનીમાં કામ કરનારાનો પગાર પણ ચૂકવ્યો નહીં
સુરત, તા. ૨૧
એમ્બ્રોઈડરની જોબકામની મજૂરીના રૂ. ૧૮.૭૯ લાખ અને પગાર પેટે રૂ. ૪.૩૭ લાખ મળી કુલ્લે રૂપિયા ૨૩.૧૭ લાખની ઠગાઈ કરનારા એરાઈઝ ટ્રેડીંગ કંપનીના માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા યોગીચોક સાયન પ્લાઝામાં રહેતા પરેશ જયરાજ ભાલાળાએ આરોપી એરાઈઝ ટ્રેડીંગ કમંપનીના હર્ષવર્દન, રમેશ કુંભાણી, સુરેશ જયંતિ રાઠોડ, મોહન લાલજી, છોગલાલજી પુરોહિત વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. આરોપીઓએ ખોટા દસ્તાવેજા ઊભા કરી કંપનીની સ્થાપના કરી વેપારીઓ પાસે રૂપિયા ૧૮.૭૯,૮૦૬નું જાબવર્ક કરાવી ફરિયાદીનો સવા વર્ષનો પગાર રૂ. ૪,૩૭,૦૫૦ નહીં ચૂકવી વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસો ફરિયાદ નોધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



