સામસામે લાકડીઓ ઉછળી, 7 જેટલા ઘાયલ, સામસામે પોલીસ માં ફરિયાદ
રાજપીપળા : નાંદોદ તાલુકાના જેસલપોર ગામે ખેતરમાંથી જવાના રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું જેમાં સામસામે લાકડીઓ ઉછળી અને મારામારી થઇ જેમાં 7 જેટલા ઘાયલ થયા નાની મોટી ઈજાઓ પહોંચી જયારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સામ સામે બંને પક્ષો એ ફરિયાદ નોંધતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના જેસલપોર ગામે રહેતા બારીયા પરિવારોમાં ખેતરમાં જમીન બાબતે ધીંગાણું સર્જાયું જેમાં આ રસ્તા પરથી તમારે નહિ જવાનું કહી ઝગડો થયો હતો, જેમાં હકીકત એવી છે કે સવારે ખેતરમાંથી જવા બાબતે રાજેશ રમણ બારીયા અને મુકેશ નટુ બારીયા ઝગડતા હતા જેમાં મારમારી થઇ ત્યારે જેસલોર ગામના ગોપાલ વિઠ્ઠલ બારીયા, હિતેશ ગોપાલ બારીયા, નરેશ રણછોડ બારીયા, દોડી આવી લાકડીઓ વડે મારામારી થઇ ત્યારે સામે રમન મૂતિ બારીયા, ગીતા રાજેશ બારીયા, મધી રાજેશ બારીયા વચ્ચે પડતા સામસામે મારામારી થઇ લાકડીઓ અને છુટ્ટા હાથે મારમારી થઇ હતી જેમાં 7 જેટલા ઘવાયા હતા નાની મોટી ઈજાઓ થઇ હતી ત્યારે બંને પક્ષે રાજપીપલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ બંને પક્ષે ફરિયાદ નોંધી રાજપીપલા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




