રાંદેરમાંથી જુગાર રમતા ૬ ઝડપાયા

0
35

સુરત, તા. ૨૧
રાંદેર પોલીસે ગઈકાલે પાલનપુર પાટિયા અપનાઘર સોસાયટીના મકાન નંબર ૨૪ના પહેલા માળે જુગાર રમતા ૬ લોકોને ઝડપી પાડયા હતા અને કુલ રૂ. ૧૭,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર પોલીસે ગઇકાલે બાતમી આધારે પાલનપુર પાટિયા ખાતે આવેલી અપના ઘર સોસાયટીમાં રેïડ કરી હતી રેડ દરમિયાન પોલીસે આ સોસાયટીના ૨૪ નંબરના મકાનના પહેલાં માળે જુગાર રમતા આશિષ મહેન્દ્રભાઈ શાહ, સાગર રામચંદ્ર અગ્રવાલ, જયોતિન્દ્ર વનમાળી પારધીવાળા, જાવેદ અબ્દુલ મુનાફ શેખ તથા સાબિરખાન મોહંમદ ખાન પઠાણને ઝડપી પાડયા હતા. તેમજ પોલીસ દાવ પરનાï મળી કુલ રૂ. ૧૭,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY