સરથાણા પરિવારે હોમલોન મેળવી લોન ભરપાઈ કરી નહીં
સુરત, તા. ૨૧
મુથૂટ હોમફિન ઈન્ડિયા લિમિટેડ ફાયનાન્સ કંપની સાથે રૂ. ૫૭.૯૫ લાખની ઠગાઈ થઇ. સરથાણા પીરવારે હોમલોન લઈ લોન નહીં ચૂકવતા છ જણાં વિરદ્ધ પોલીસ ફરિયાદ નોîધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ રાજપેલેસ સોસાયટીમાં રહેતા દેવાંગ ભરતગીરી ગોîસાઈએ આરોપી ભાવેશ અનિલભાઈ વાનાણી, અનિલ જયંતિ વાનાણી, (રહે. મેઘ મલ્હાર એપાર્ટમેન્ટ, સરથાણા) મિત્તલબેન નિકુંજ રાણપરિયા, નિકુંજ રાણપરિયા, નિકુંજ મનસુખ, ચિરાગ હરસુખ, ટેકનીકલ મેનેજર સુશીલ કાંબલે વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. આરોપીઓએએકબીજાના મેળાપીપણામાં પ્લોટ ઉપર બાંધકામ કર્યા વિના મુથૂટ ફાયનાન્સ કંપનીમાંથી લોન મેળવી રૂ. ૫૭,૯૫,૭૫૨ ભરપાઈ નહીં કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



