આર્થિક તંગીથી ત્રાસી મહિલાએ બીમારીથી જ્યારે વૃદ્ધે આપઘાત કર્યો
સુરત, તા. ૨૧
સુરત જિલ્લાના કામરેજ અને માંડવી તાલુકામાં વૃદ્ધ વોચમેન અને મહિલાએ આપઘાત કરી લીધો હતો.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના ખડસદ ગામે આવેલી ઓમ રેસિડેન્સીમાં રહેતા વોચમેન ૬૨ વર્ષિય ગંગદાસ ટપુભાઈ દુધાતે છેલ્લા એક માસથી શ્વાસની બીમારી હોય જેના કારણે ત્રાસી જઈ નાયલોનની દોરીથી ગળેફાંસો ખાઈ લીધો હતો. આપઘાતના બનાવ અંગે કામરેજ પોલીસ તપાસ કરે છે.
માંડવી તાલુકાના જામકુઈ ગામે આવેલા મંદિર ફળિયામાં રહેતી બંસતી રાજેશભાઈ વસાવા આર્થિક તંગીથી ત્રાસી બંસતીબેન રાજેશભાઈ વસાવાએ ગઈ તારીખ ૨૯મી જાન્યુઆરીના રોજ જહેરમાં શરીર પર કેરોસીન છાંટી અગિ્ન સ્નાન કરી લેતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. આ બનાવમાં માંડવી પોલીસ તપાસ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



