નંદુરબારની ત્યકતા ઉપર લીંબાયતના ત્રણ યુવકોએ ગેગરેપ કર્યો

0
18

લગ્નમાં આવેલી પીડિતા સાથે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારવામાં આવ્યો
સુરત, તા. ૨૧
નંદરબારની ત્યકતા હિન્દુ મહિલા ઉપર લીંબાયત ત્રણ મુસ્લિમ યુવકોએ ગેગ રેપ કરતા ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં એક આરોપી યુવકે આ પીડિતા સાથે મિત્રતા કેળવી કારમાં બળાત્કાર ગુજાર્યા બાદ બીજી વખત કારમાં ત્રણેય મિત્રોએ ગેગરેપ કર્યો હતો. ભોગ બનનાર પીડિતાએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નંદુરબારમાં રહેતી ૩૬ વર્ષિય ત્યકતા ૨૦૧૭માં પરિચિતની જાનમાં સુરત આવી હતી. જે સમયે આરોપી વસીમ કરીમ શેખ (રહે. લીંબાયત મીઠી ખાડી) સાથે મિરતા થઈ હતી અને મે-૨૦૧૮ના રોજ આરોપી વસીમ પીડિતાને દિલ્હીગેટ ગોલ્ડન પોઈન્ટની સામે રેલવે પાટા પાસે ટવેરા ગાડીમાં લઇ જઇ ફરિયાદીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૧૮માં પીડિતા ફરીથી સુરત આવી, ત્યારે આરોપી વસીમ ફરિયાદીને ફોર્ચ્યુન કારમાં લઈ જઈ લોડૃ પ્લાઝા હોટલ પાસેની ગલીમાં અંધારામાં અન્ય બે મિત્રો બાબુ ઉર્ફે આફતાબ, સૈયદ નૌશાદ સાથે મળીને બળજરીપૂર્વક ગેગરેપ કર્યો હતો. આ પીડિતાએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોîધાવતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ૩૭૬ (ડી), ૩૭૬ (૨) (એન.) ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબનો ગુનો નોîધી પો.ઈ. પી.એ. આર્યએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY