કાર ડિવાઇડર સાથે અથડાઇઃ ચારનાં મોત, પાંચ ઘાયલ

0
7

દમણ,તા.૨૫
વાપી નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાર અકસ્માતની ગોઝારી ઘટના બની છે. આ અકસ્માતમાં એક સાથે ચાર યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જેના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો. આ અંગે જાણ થતાં દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચીન આગળની તપાસ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે દમણના પાતલિયા પાસે રાત્રે એક કાર પસાર થઇ રહી હતી. ત્યારે કાર ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડીવાયડર સાથે અથડાઇ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને કારના ભુક્કા બોલાઇ ગયા હતા. અકસ્માતમાં ચાર યુવકોના મોત નીપજ્યા હતા જ્યારે ૫ યુવકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે કારમાં વલસાડના પારડી તાલુકાના નવ યુવકો સવાર હતા. જે પૈકી ચાર યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની મૃતદેહોને પોસ્ટમોર્ટમાં મોકલી આપવા સહિતની કાર્યવાહી હાથધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY