રાજપીપળા નગર પાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની 5 માર્ચ થી હડતાલની ચીમકી 

0
16

ગુજરાતના તમામ વાલ્મિકી સફાઈ કામદારો પોતાના અધિકાર માટે 5 માર્ચથી હડતાલ પર ઉતરવા બાબતે ચીફ ઓફિસરને આવેદન આપ્યું 

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા સહીત સમગ્ર ગુજરાતમાં વાલ્મિકી સફાઈ કામદારો એ હડતાલનું રણસીંગુ ફૂંકતા સરકારની ઊંઘ ઉડી ગઈ છે .

વાલ્મિકી સમાજ રાજપીપળાના કાર્યકારી પ્રમુખ રોહિતભાઈ સોલંકી સહીત આગેવાનો અને કામદારોએ સોમવારે રાજપીપળા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યાને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે વાલ્મિકી સમાજ ગુજરાતમાં સ્વચ્છતા રાખે છે અને નિષ્ઠા પૂર્વક સેવા કરે છે તેમ છતા સફાઈ કામદારોને હકક અધિકારથી વંચિત રાખવામાં આવે છે અને તમામ અલગ અલગ સંગઠનો ઘ્વારા આવેદનપત્ર આપવા છતાં આજદિન સુધી કોઈ ઘ્યાન દોરવામાં આયું ની તો ના છુટકે ગુજરાતના તમામ સફાઈ કામદારો તા.૫/૩/૨૦૧૯ ના રોજ સફાઈ બંધ કરી હડતાળ ઉપર ઉતરવાના છીએ. તો સફાઈ કામદારોને માગણીઓ પર ધ્યાન આપવા ગુજરાતના તમામ વાલ્મિકી સંગઠનો અને સકાઈ કામદારો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે સકાઈ કામદારોને યોગ્ય ન્યાય આપશો તેમ આવેદનમાં જણાવ્યું હતું ત્યારે વાલ્મિકી સમાજે કરેલી માંગણીઓ માં આમતો કુલ 13 માંગ કરાઈ છે જેમાં

ગુજરાતની તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં, ગ્રામ પંચાયતોમાં સફાઈ કામમાં કોન્ટ્રાકટ આપવામાં આવે છે તે કોન્ટ્રાકટ પઘ્ધતિ રદ કરી આ સફાઈ કામદારોને કાયમી કરવા બાબત, 162 નગરપાલિકાઓમાં વર્ષોથી રોજમદાર તરીકે સેવા બજાવતા સફાઈ કામદારોને કાયમી કરો,162 નગરપાલિકાઓમાં વર્ષોથી સકાઈ કામદાર તરીકે સેવા બજાવે છે તેમના માટે રોસ્ટર પ્રથા હોવી જોઈએ નહી તેમને સીધે સીઘી ભરતી કરવી.સરકારનો પરિપત્ર ૨૦૦૭ નો તથા ૨૦૧૦ નો પરિપત્ર આજદીન સુધી અમલ કરવામાં આવ્યો નથી. તે અમલ કરવા સહિતની કુલ 13 માંગણીઓ સાથે વાલ્મિકી સમાજ ગુજરાતની સાથે સાથે રાજપીપળા નગરપાલિકાના સફાઈકામદારો એ પણ સોમવારે પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાને એક આવેદન પત્ર આપ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY