જમ્મુ કાશ્મીર પંચાયત ચૂંટણીઃ આજે પહેલા તબક્કાનું મતદાન

0
8

૪૪૯૦ પંચાયત માટે ૯ તબક્કામાં મતદાન
શ્રીનગર,તા.૧૬
જમ્મુ કાશ્મીરમાં નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં નવ તબક્કામાં પંચાયત ચૂંટણી યોજાવાની છે. કાલે પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ૧૭ નવેમ્બરે યોજાનાર પહેલા ચરણની પંચાયત ચૂંટણી સફળ બનાવવા માટે પ્રશાસન તેમજ સુરક્ષાબળો સંપૂર્ણપણે તૈયાર છે. મતદાન ૧૭ નવેમ્બરથી શરૂ થઈ ૧૧ ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ૩૧૬ બ્લોકમાં ૪૪૮૩ પંચાયતમાંથી ૩૫૦૬ મત વિસ્તાર માટે ૫૮ લાખ ૫૪ હજાર ૨૦૮ મતદારો મત આપશે.
આ પહેલા જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી ૨૦૧૧માં યોજાઈ હતી. રાજ્યમાં પંચાયત ચૂંટણી ઘણા સમયથી ઠેલાઈ રહી હતી. આવી પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં પંચાયત ચૂંટણી માટે ઘણો ઉત્સાહ છે. જે દૂરના વિસ્તારોમાં વહેલા બરફવર્ષા થાય છે ત્યાં પહેલા મતદાન કરાવવામાં આવી રહ્યું છે. બિન રાજકીય આધાર પર યોજાનાર આ ચૂંટણીમાં મતદાનના દિસે કે પછી આગલા દિવસે ચૂંટણીના પરિણામની ઘોષણા કરી દેવામાં આવશે. મતદાનના સમયે પૂર્વવત સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી રહેવાનું છે.
આતંકવાદીઓ ધમકી અને અલગાવવાદીઓના ચૂંટણમી બહિષ્કારના ફરમાન વચ્ચે થઈ રહેલ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારો અંગે મતદારોની સુરક્ષા માટે ૪૦ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણીમાં મતદારો ૩૫૦૯૬ પંચો સાથે ૪૪૯૦ સરપંચ પણ પસંદ કરવામાં આવશે. નવ તબક્કામાં મતદાન ૧૭ નવેમ્બર, ૨૦ નવેમ્બર, ૨૪ નવેમ્બર, ૨૭ નવેમ્બર, ૨૯ નવેમ્બર, ૧ ડિસેમ્બર, ૪ ડિસેમ્બર, ૮ ડિસેમ્બર તેમજ ૧૧ ડિસેમ્બરે યોજાશે. મતદાનની પ્રક્રિયા સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચાલશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY