મુંબઈ,તા.૨૨
ફિલ્મ સર્જક ઇન્દ્ર કુમારની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઇઝી ધમાલની ત્રીજી કડી હજુ રજૂ થઇ નથી ત્યાં તો ઇન્દ્ર કુમારે ચોથી કડીનાં ટાઇટલ્સ રજિસ્ટર કરાવી લીધાં હોવાની જાણકારી મળી હતી.
ઇન્દ્ર કુમારની નજીકનાં સૂત્રોએ જણાવ્યા મુજબ ફિલ્મ સર્જકને ધમાલની ત્રીજી કડી ટોટલ ધમાલ હિટ નીવડવાની ખાતરી છે એટલે એ ચોથી કડીની પૂર્વતૈયારીમાં પણ અત્યારથી લાગી ગયા હતા.
ખુદ ઇન્દ્ર કુમારે આ સમાચારને સમર્થન આપતાં કહ્યું, હા, આ વાત સાચી છે. અમે ટ્રિપલ ધમાલ અને ફૂલ ઓન ધમાલ એવાં બે ટાઇટલ્સ રજિસ્ટર કરાવી લીધાં છે. આ ટાઇટલ્સ ધમાલની ચોથી કડી માટે વાપરવાની અમારી ઇચ્છા છે.
મૂળ ફિલ્મ ધમાલ ૨૦૦૭માં રજૂ થઇ હતી અને સુપરહિટ નીવડી હતી. ત્યારબાદ એની સિક્વલ ડબલ ધમાલ ૨૦૧૧માં રજૂ થઇ હતી અને એ પણ સુપરહિટ નીવડી હતી. આ બંને ફિલ્મોમાં સિનિયર અભિનેતા સંજય દત્ત હીરો હતો. જા કે ટોટલ ધમાલમાં સંજય દત્ત નથી. ઇન્દ્ર કુમારે કહ્યું હતું કે ટોટલ ધમાલ વખતે સંજય ફ્રી નહોતો પરંતુ ચોથી કડીમાં હું સંજયને લીધા વિના છોડીશ નહીં. હું એેના પર પ્રેસર લાવીશ. એણે આ ફિલ્મ કરવી જ પડશે.
તેમણે ઉમેર્યું હતું કે સંજય દત્તની સાથોસાથ હવે પછી હું ધમાલની જેટલી કડી બનાવીશ એમાં અજય દેવગણ પણ અચૂક હશે. એનું કોમેડીનું ટાઇમિંગ અને અદાકારી જારદાર છે. હવે એના વિના ધમાલની નવી કડી નહીં બને. એણે મને જબરદસ્ત સહકાર આપ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



